અમે ગરવી ગુજરાતી
અમે ગરવી ગુજરાતી
માટીના કણે કણ ને રંગ છે, અમે ગરવી ગુજરાતી,
જે કહેતા ખૂટે, લખતા શબ્દ સ્ફૂરે એવા અમે ગુજરાતી,
જ્યાં અવતર્યા શ્રીકૃષ્ણ, એવી દ્વારકાનગરી પણ ગુજરાતની,
જગતમાં અહિંસા કેરો, સંદેશ ફેલાવ્યો એ પણ ગુજરાતી,
જ્યાં દયારામ કેરી ગરબી કંઠે વસે, સુરતના નર રત્ન નર્મદ પણ ગુજરાતી,
જ્યાં દરિયા કિનારે સોમનાથ ભાસે, એ કચ્છ ધરા મારુ ગુજરાત,
જે સાહિત્ય ધરા ના સાયર લોક કવિ, મેઘાણી પણ ગુજરાતી,
જેની પૂર્વમાં ઉગતો રવિ, દુહા છંદ ની રમઝટમાં પણ ગુજરાતી,
જ્યાં ગઝલ અને પુષ્પ કેરો, ચમન મુસાફિર એ પણ ગુજરાતી,
ગુર્જર ને અપાયું જેણે ગૌરવ, એ પ્રેમાનંદ પણ ગુજરાતી,
જ્યાં વહે નિરંતર સત્યનો પ્રવાહ એ મારું ગુજરાત,
પ્રકૃતિની ગોદમાં ઉછરતું એ મારું ગુજરાત,
