ભાઈ
ભાઈ
સમંદર માંથી શબ્દો શોધી લાવી છું,
બે શબ્દની વચ્ચે રહેલા ભાઈ તમારા વિશે,
તમારું વ્યક્તિત્વ અવતર્યું, સ્વયમ વિવેકાનંદ સથવારે,
કૃષ્ણની ભાગવત એ જ્ઞાન આપને સથવારે,
જિહવા થકી અસત્યના કહો એ સાધના આપની,
વડીલોને માન સન્માન આપતા એ નિરાલુ વ્યક્તિત્વ આપનું,
સુખ દુઃખના ચક્ર સમયે હસતા રહેવું એ વલણ આપનું,
ચમનમાં પુષ્પ સમાન મહેકતું રહે જીવન આપનું,
સત્યની રાહ પર ચાલવાનો એ જીવન મંત્ર આપનો,
હારેલા ને હિંમત આપવી એ વલણ આપનું,
અન્યાય નો પડકાર કરી,તેની સામે જજુમ્યા તમે,
શિશુ બાળ ભગવાન સમાન માનતા એ વિચાર આપનો,
ઉચ્ચ નીચનો ભેદ ભુલાવ્યો સમાજમાં ગૌરવ ભર્યું સ્થાન આપનું,
તમારા દરેક સમણા સાકાર થાય એ પ્રાર્થના અમોની,
