મળશે મને સાથ?
મળશે મને સાથ?
કાવ્યની પાંચ પંક્તિ શું પૂર્ણ થશે મારી?
લખતા લખતા શુ કલમ અટકી જશે મારી?
હાથ બીજા હાથને તાળી આપ્યા વગર ચાલ્યો જશે?
ફુલ ખીલતાની સાથે શું સહાર પૃથ્વી પર થશે?
રવિના ઉદય પહેલા શું નાશ આ સૃષ્ટિ થશે?
આ પંચ તત્વથી બનેલું શું તન આપશે મને સાથ?
મારા કરેલા કર્મ નો શું મળશે મને સાથ?
સુખ દુઃખના સાથી પરમાત્મા શું આપશે મને સાથ?
મારા આવાજ નો પડઘો શું સાંભળ્યા વગર ચાલ્યો જશે?
ખબર ક્યાં મુજને આ જીવનની ઘટમાળમાં આમ વીતી જશે?
મારા અંતરનો આત્મા શું આપશે મને સંગાથ?
જીવનના અંતે શુ સંગ્રહ સે પૃથ્વી મને સંગાથ?
જીવનના અંતમાં શું મિત્ર આપશે મને સંગાથ?
દરેક પ્રશ્નના જવાબે માધવ મળશે મને સંગાથ?
