જિંદગી
જિંદગી
કેવી મજાની છે આ જિંદગી,
નયનો બંધ કરતા લાગે છે બંદગી,
સ્વપ્ન મહી ડૂબતા આનંદિત છે જિંદગી,
રાહ મળતા રાહબર બને છે જિંદગી,
પ્રકૃતિ સાથે રમતા ઉત્સાહી છે જિંદગી,
શૈશવ ને સાંભળતા મજાની છે જિંદગી,
ગુરુ જ્ઞાન મેળવતા જ્ઞાની છે જિંદગી,
પુસ્તક મહી ડૂબતા સફર છે જિંદગી,
સિતારા મહી ચમકતી ચાંદની છે જિંદગી,
મનુજ મહી માણતા માનવીની છે જિંદગી,
પ્રભુ મહી સ્મરણતા ભક્તિની છે જિંદગી,
ગંગાના પ્રવાહ સ્વરૂપે ખળખળ વહેતી છે જિંદગી,
શૂન્ય માનુ સર્જન છે મજાની આ જિંદગી,
પશુ પક્ષીની વચ્ચે નિહાળી છે આ જિંદગી,
