જન્મ મળ્યો
જન્મ મળ્યો
ધન્ય છે તું માનવી ધરતી પર જન્મ મળ્યો,
મન ભરીને જીવી લેતું, પ્રભુ શરણે જન્મ મળ્યો,
મા ધરતીની રજમાં રમી લે તું, ધરાની શરણે જન્મ મળ્યો,
પશુ પંખી નો કલરવ સુણી લે તુ, પ્રકૃતિ સંગે જન્મ મળ્યો,
મિત્રો ની મહેફિલમાં જીવી લે તું, સુદામાની ધરામાં જન્મ મળ્યો,
લહેરાવી દે તિરંગો તુ, વીર શહીદોની ગાથામાં જન્મ મળ્યો,
ચમનમાં કરી લે તું ગુંજારવ ચંદામામા ની ધરા મા જન્મ મળ્યો,
શિષ્ય બનીને મેળવીલે તુ, જ્ઞાન ગુરુ શરણે જન્મ મળ્યો,
કરીલે કામ બે ઘડી તુ,ધરાને આકાશ વચ્ચે જન્મ મળ્યો,
સેવા કરી લે માતા-પિતાની તુ ,ભગવાન શરણે જન્મ મળ્યો,
સુણીલે તું ગીતા નો ક્ષાર,કૃષ્ણની રજમાં જન્મ મળ્યો,
હસતા હસતા વિતાવી દે તું, જિંદગી જીવવા માટે જન્મ મળ્યો,
