સવારની શરૂઆત
સવારની શરૂઆત
1 min
291
સવારની પહેલી કિરણ પથરાય, જ્યારે ધરતી પર
ધરતી પણ તેનું સ્વાગત કરવા, જાણે તૈયાર થઈ હોય.
સવારનો તડકો હોય એકદમ કૂણો કૂણો,
શિયાળાની સવાર થાય, થોડી મોડી મોડી.
તડકાની શોધ કરે મોટિયાર અને નાના ભૂલકાં,
નાના ગલૂડિયાં સહિતમાં પણ લપાઈને બેસે ગોખલામાં.
આવે ઉનાળો અને દિવસ ઉગે વહેલો,
સાથે તડકો પણ જરા ગરમ ગરમ લાગે.
પવન પણ ફુંકાય ગરમ ગરમ છાંયો શોધ્યા કરે સૌ કોઈ,
તડકાનું રુપ પણ હોય ગમે તેવું, અલગ અલગ રુપમાં.
તડકાથી જ તો દરેકના જીવમાં પુરાય છે પ્રાણ,
તડકા વગરની કલ્પના કરી તો જુઓ.
અંધકાર તો લાગે ડરામણો, કોઈ પસંદ ના કરે એવો,
સૂર્યના કિરણોથી મળે વિટામિન ડી.
