સહિયર
સહિયર
ગામની ગોરીઓ બની સહિયર,
સરખે સરખે, સરખી સહિયરો,
કરે મજા અને જાય ફરવા,
સહિયરોમાં હોય ના સજા,
પ્રેમની વાતો થાય સહિયરોમાં
દિલની વાતો થાય સહિયરોમાં,
એક અનોખુ બંધન સહિયરોમાં
પ્રીતનો રંગ રાખે સહિયર,
લગ્નની મોજમાં ગીતો ગાય સહિયરો,
સુંદર તૈયાર થઈ મુસ્કાય સહિયરો,
ઝગડો થઈ જાય જો સહિયરમાં,
તરત, મનામણાં થઈ જાય સહિયરમાં,
બાળપણની સહેલી સહિયર,
જુવાનીમાં પણ સાથે જ સહિયર.
