અલખધણી
અલખધણી
1 min
132
ધાર્યું ધણીનું થાય, જેવી હરિની ઈચ્છા,
અલખને ઓટલે ગવાય ભજન, હરિની ઈચ્છાથી.
કુદરતની લીલા છે અનેરી, જાણી શક્યું ના કોઈ,
ઊગવું સૂર્યનું અને અજવાળું થાય.
ચંદ્રની ચાંદની જેવી શીતલતા પથરાય પૂનમના દિવસે,
પૂનમનો ચંદ્ર માં પણ દેખાય સુંદર.
પૂનમની રાત્રિ રાસની રમઝટ જામી,
શ્રી હરિ રમે અને રાધા રાની નાચે.
હરિની ઈચ્છા વગર સૃષ્ટિ પણ છે અધૂરી,
વસંત ખીલે અને સજી ઉઠે ધરતી.
હરિનો લાલ હૈયે વસાવજો, કરુણા અને
દયાવાન મનમાં જન્મે, હરિની ઈચ્છાથી.
