STORYMIRROR

Bharat Thacker

Abstract Others

3  

Bharat Thacker

Abstract Others

હમીરસર તળાવની મહેર, ભુજ શહેર ને લીલાલહેર

હમીરસર તળાવની મહેર, ભુજ શહેર ને લીલાલહેર

1 min
55

StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 38

September 20, 2024

 

 

હમીરસર તળાવની મહેર, ભુજ શહેર ને લીલાલહેર

 

 

હમીરસર તળાવ ભુજ શહેરની આન, બાન અને શાન છે

હમીરસર તળાવ, સાંસ્કૃતિક શહેર ભુજને બનાવે વધુ જાજરમાન છે

રઘુનાથ આરા માં, હાથી ના પગ ને અડી જાય હમીરસરના આવ નું પાણી

ભુજવાસીને હર ચોમાસા માં, હમીરસર ઓગની જાય એવા જાગે અરમાન છે

 

 

હમીરસરની પાળ પર બેસીને માણેલી ખારી શીંગ પણ પકવાન છે

હોય બાળક્, યુવાન કે વૃદ્ધ દરેક ભુજવાસીના દિલમાં હમીરસરનું આગવું માન છે

હમીરસરમાં હિલોળા લેતું પાણી જગવે છે ભુજવાસીઓ માં સોનેરી સ્પંદન

દરેક ભુજવાસીને હમીરસર તળાવ લાગે છે પોતીકું, પોતાના સગા સમાન છે

 

 

સત્યનારાયણ, કલ્યાણેશ્વર, હાટકેશ્વર મંદિર અને ઇંદ્રાક્ષી વાવ નું હમીરસરને વરદાન છે

ગાયત્રી, સ્વામિનારાયણ, બિહારીલાલ અને રઘુનાથ જેવા પવિત્ર મંદિરના અલૌકિક સ્થાન છે

હમીરસર તળાવ હરતે ફરતે, ચારે તરફ જોવા લાયક અવનવા સ્થળોની યાદી છે સન્માન ભરી

લાખોટા, ઈદગો, રામકુંડ, રામધુન, લાઈબ્રેરી, મ્યુઝિયમ, અને દાદા દાદી પાર્ક કરાવે રસપાન છે

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                              ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract