STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

કાગળ ની આત્મકથા

કાગળ ની આત્મકથા

1 min
39

StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 34

August 25, 2024

  

 

કાગળ ની આત્મકથા

 

 

હું કાગળ છું, ન જાતા માર આકાર પર, હું હરહંમેશ રહું એકાકાર છું

તમારી સમજ, તમારા વિચારો અને લાગણીને ઉતારવાનો હું દ્વાર છું

 

હું કાગળ છું, એક હદ ની સરહદમાં રહેતા સાગર જેવો અનેરો

શબ્દોની નદીઓ ભળે મારા માં, સમાવી શકું બધાને એવો દિલદાર છું

 

હું કાગળ છું એક અસીમ અલૌકિક આસમાન જેવો વિશાળ

મારા પર ફરે મસ્ત મજાના વાદળ, હું શબ્દોના વાદળનો અસ્વાર છું

 

કલમથી ટપકતી શાહી મારા પર સર્જે છે અવનવા તરંગો

મારા પર સર્જાય શબ્દોના રંગ, હું ઈંદ્રધનુષ જેવા સદાબહાર છું 

 

મારા પર જ્યારે સર્જાય છે જ્યારે કોઈ પ્રેમી પ્રેમીકાના માદક શબ્દો

મને સ્પર્શી જોજો, હું ચહકતો મહકતો રોમાન્સ ભર્યો પ્યાર છું 

 

મને જિંદગીભરની ઝંખના હોય છે અવનવા શબ્દોના અવતારની

હું કાગળ, શબ્દો થકી છું ઉજળો, શબ્દોને આપું શણગાર છું

 

ઘણા, લાગણીઓને શબ્દોમાં વ્યકત ન કરી શકવા માટે, હોય છે ખુબ લાચાર

અંદર ભારી રાખેલ, શબ્દોનો ત્યારે, હું, ન સમજી શકાય એવો ભાર છું

 


ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                              ગાંધીધામ – કચ્છ 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract