મારું જીવન એ જ મારો સંદેશ
મારું જીવન એ જ મારો સંદેશ
StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 40
October 7, 2024
મારું જીવન એ જ મારો સંદેશ
મારું જીવન એ જ મારો સંદેશ માં, વ્હાલા બાપુ નું સમાયું જ્ઞાન છે
અફસોસ, ઉપદેશ ભર્યા સંદેશનો કરી દુરુપયોગ, તકવાદીઓ એ માર્યું મેદાન છે
શ્રમ વગરની સંપતિ, શરમ વગર ટૂંકા રસ્તે એકઠી કરવાનો છે અરમાન
પદ, પ્રતિષ્ઠા, પૈસો અને પરિવાર માટે, ગમે તેવું કરી લે સમાધાન છે
સંપતિ આવતા જ વિવેક શુન્ય બનીને, કરી લે છે ગમે તેનું અપમાન
માનવતા વિહિન બની રહી છે પ્રગતિ, આ કઈ જાતનું વિજ્ઞાન છે?
પુ. બાપુનું નામ તો રાજકારણીઓ માટે, ખો
ટે રસ્તે આગળ વધવાનું છે સામાન
નીતિ અને પ્રામાણિકતા સાથે વેપાર ધંધો, એ આજે એક મોટું આહવાન છે
ભક્તિ તો હવે બની રહી છે જાણે, વિલાસનું જ એક પાપ ભર્યું અનુસંધાન
શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સળા થી, પોતાને બચતા રહેવા માટે, રહેવાનું સાવધાન છે
પારદર્શક અને પથદર્શક બાપુનું જીવન હતું, બહુમાનનું એક અલૌકિક નિશાન
વિશ્વ માનવ બાપુના જીવન પથ પર, સાચી રીતે ચાલવામાં જ, સહુનું ઉત્થાન છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ