કૃષ્ણ પ્રાપ્તિ
કૃષ્ણ પ્રાપ્તિ
StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 35
August 29, 2024
કૃષ્ણ પ્રાપ્તિ
કૃષ્ણ વંદે જગદગુરૂ, ભગવાન કૃષ્ણ તો સર્વદા જગદાધાર છે
કૃષ્ણને પામવા, અલગ અલગ પાત્રોની જેમ થઈ જવાનું આરપાર છે
કૃષ્ણની મૂર્તિ કે છબી તો, આપણે લાવી શકીએ છીએ આપણે ઘેર
પણ કૃષ્ણને હદયમાં બેસાડવા તો, રાધા જેવું કરવાનો હોય પ્યાર છે
કૃષ્ણને શોધી શકવાની હશે કદાચ, ઘણી બધી રીત દુનિયામાં
પણ કૃષ્ણને સ્વંય મા સમાવવા તો, મીરા ની જેમ થવાનું એકાકાર છે
કૃષ્ણના ભજન ભજવા અને પ્રાર્થના ગાવી તો છે સહેલી
દુઃખ સમયે, દ્રોપદીની જેમ અંતર્નાદ સાથે કરવાનો પવિત્ર પુકાર છે
આપણી પાસે છે એમાંથી કૃષ્ણને, નામ માત્રનું ધરાવીએ છીએ ભોગ આપણે
સુદામાની જેમ, અન્ન નો છેલ્લો દાણો પણ ત્યજવા આપણે, રહેવાનું તૈયાર છે
કૃષ્ણને મિત્ર બનાવી એના વૈભવનો લાભ મેળવવો બની રહેત આસાન
વૈભવને નકારીને, અર્જુનની જેમ માત્ર ભગવાન કૃષ્ણ પર, રાખવાનો મદાર છે
કૃષ્ણને ગુરૂને સ્થાને સ્થાપિત કરવા માત્ર થી કંઈ નહીં થાય
અભિમન્યુની જેમ, શિક્ષાની લાજ રાખવા, સ્વયંના મૃત્યુનો કરવો પડે સ્વીકાર છે
બાહ્ય આડંબર માત્ર ન બની શકે, કૃષ્ણ ભગવાનને પામવાનો આધાર
અંતરની પવિત્ર પાત્રતા જ, કૃષ્ણ પ્રાપ્તિની નૈયા લગાવી શકે પાર છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ
