STORYMIRROR

Bharti Dave

Romance

4  

Bharti Dave

Romance

આંસુ

આંસુ

1 min
388

તમારી યાદ આવી અને નભેથી તારો ખર્યો,

સંસ્મરણની ગલીનો અબાધિત રસ્તો ખૂલ્યો.


સ્વપ્નમાં રોજ થાયે આવ - જા તમારી,

પ્રણયનો આખો ઉપવન હર્યો ભર્યો થયો.


તમારાં નયનનું આંસુ પુષ્પે શોભતું ઝાકળ,

ગાલે સરકતું આંસુ ઝીલવા હું કેવું દોડ્યો.


કહેવું ઘણું સરળ છે ભૂલી જજે મને તું,

વિરહમાં તમારાં માંહોમાંહ સળગ્યો.


જાણું છું દુઃખી તમે છો અંચળો ઓઢીને,

આંખે નીતરતા આંસુમાં સ્ફટિક થઈ ચમક્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance