બાળ દિવસ...
બાળ દિવસ...
તારી અંદર સુતેલા બાળકને જગાડી તો જો.
ઉંમરનાં આવરણને જરીક હટાવી તો જો.
બની જઈ બાળક રમવામાં ખોટું શું છે ?
આંખે પાટો બાંધી ઉંમરને છૂપાવી તો જો.
હું પણ ઉછળ કૂદ કરી શકું પતંગિયું જોઈને.
જાતને તારી થોડીક રંગીન બનાવી તો જો.
નવ નાગણ અને આંબલી પીપળી રમું.
બની બાળક એકાદ કૂદકો તું મારી તો જો.
દુનિયા આખીનો ભાર શિરે લઈ શીદને ફરવું.
પહેલાં ખુદ હસ, પછી રડતાંને હસાવી તો જો.

