Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

કદાચ એ આવી પણ જાય

કદાચ એ આવી પણ જાય

1 min
296


હું રોજ વહેલી સવારે ઊઠીને ઉંબરા પૂજું,

તુલસી ક્યારે જળ ચડાવી પ્રગટાવું દીવો,

બસ ... જીવનની એક જ બાકી છે આશ,

કદાચ એ આવી પણ જાય......


તેને ગમતી પહેરું ગુલાબી રંગની સાડી,

ડઝનબંધ લાલલીલી ચૂડીઓની ખનક,

બસ.... સેંથીમાં પુરવાનું બાકી છે સિંદૂર,

કદાચ એ આવી પણ જાય.....


બનાવું હું તેમને મનભાવન પકવાન,

ફુલકા રોટલી અને બીરંજનો થાળ,

બસ....હવે પીરસવાની બાકી દાળ,

કદાચ એ આવી પણ જાય......


બપોરની ચાની છે તેમને ભારે તલપ,

આદુ અને એલચીનો મિશ્ર સ્વાદ,

બસ... છેલ્લો ઉભરો છે હવે બાકી,

કદાચ એ આવી પણ જાય......


થઈ સાંજ અને થયું સંધ્યા ટાણું,

બની ગયું છે હવે સાંજનુંયે ભાણું,

બસ...ગરમાગરમ ભાખરીની રાહ,

કદાચ એ આવી પણ જાય.......


થઈ ગઈ રાત અને ચાંદની પણ આવી,

ચાદરને નથી એકેય સીલવટ પડેલી,

બસ.....છે હવે બત્તી બુઝાવાની રાહ,

કદાચ એ આવી પણ જાય.....


દિવસ, રાત્રિ, વાર અને માસ બદલાય,

અષાઢ ગયો અને આવ્યો છે શ્રાવણ,

બસ....હર હર મહાદેવ બોલ્યાની રાહ,

કદાચ એ આવી પણ જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational