STORYMIRROR

Bharti Dave

Fantasy Inspirational Thriller

4  

Bharti Dave

Fantasy Inspirational Thriller

આતિથ્ય કરું...

આતિથ્ય કરું...

1 min
14

 સૂર્યવંશનાં શિરોમણી, આતિથ્ય કરું..... પધાર્યાં મારાં આંગણે રઘુરાયજી, આતિથ્ય કરું...

કુમકુમ ચોખાનાં મેં સાથિયા પુરાવ્યા. કરજો પાવન અંતરમન રામચંદ્રજી. આતિથ્ય કરું....

 અહંકાર રૂપી રાવણનો કરજો નાશ. કરજો સ્થાપના સમાજમાં રામ રાજ્યની. આતિથ્ય કરું.....

 સીતા મૈયાના હ્યદયેશ્વર, કૌશલ્યા કુંવર. ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના ભ્રાતાશ્રી. આતિથ્ય કરું.....

 શબરીની પ્રતીક્ષાનો આવ્યો છે આજે અંત. અયોધ્યામાં ફરી એકવાર આવી દિવાળી. આતિથ્ય કરું.....

 ભારતી ત્રિવેદી દવે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy