STORYMIRROR

Bharti Dave

Fantasy

4  

Bharti Dave

Fantasy

તારી યાદના ભીના રણ

તારી યાદના ભીના રણ

1 min
18

અતીતની અટારીએથી,

મલકાતાં છલકાતાં આવે,

ખુલ્લી આંખે સપન દેખાડે,

સંતાકૂકડી રમવા આવે,

તારી યાદનાં ભીનાં રણ.


ખળખળ કરતી સરિતા જેવાં,

હાલકડોલક નૈયા જેવાં,

મઝધારે પહોંચી બોલાવે,

તારી યાદનાં ભીનાં રણ.


વગડે વગડે ડાળે ડાળે,

પંખી તેની પાંખ પ્રસારે,

હૈયાનાં ઝૂલે ઝૂલાવે,

તારી યાદનાં ભીનાં રણ.


કંઈક ગૂંજતું કંઈક ખૂંચતું,

આંખોમાં કસ્તર સરીખું,

દસ્તક દે દિલનાં દરવાજે,

તારી યાદનાં ભીનાં રણ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy