એકલતાની કવિતા
એકલતાની કવિતા
એકલતાની કવિતા લખવા આંસુ જોઈએ,
પાણી મીઠું નહીં પણ ખારું જોઈએ,
આ વિષય કલ્પનાનો જરાય નથી મિત્રો,
કવિતા લખવા અનુભવનું ભાથું જોઈએ,
ભર ચોમાસે કોરાં રહી ગયેલાં લોકોનાં,
દરદને સમજી શકે એવું કાઠું જોઈએ,
મેળામાં એકલતાને લપેટીને બેઠાં છે જે,
હૈયાને ઉલેચે એવાં ભાઈ ભાંડુ જોઈએ,
લાગણીથી તરબતર છોડ કેમ કરમાયો ?
કોઈ એનાં મૂળ સુધી પહોંચનારું જોઈએ.
