STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

બે બાજુ

બે બાજુ

1 min
410

છે, તમને મળ્યાં, એવો ભ્રમ એકબાજુ

ને જુદા પડ્યા એવો ગમ એક બાજુ


મહોબ્બતમાં નડી બે આદત તમારી

ડર એક બાજુ, શરમ એક બાજુ 


મંજિલો મળી એની ખુશી એક બાજુ

રસ્તા યાદ આવ્યા નો ગમ એક બાજુ


મળી જશે તમને માનવો અને માનવતા

મુકો પહેલા તમારો અહમ એક બાજુ


ફરી પાછુ કોણ ચડી આવ્યું આ દ્વારે

ફરી મુકુ હું મારાં ઝખમ એક બાજુ


Rate this content
Log in

Similar gujarati poem from Romance