વચન
વચન
અરમાનોનું આંદોલન નડે છે
સફરમાં જેમ વજન નડે છે
ખીલવાદો એની રીતે ફૂલોને
વધારે પડતું જતન નડે છે
હથેળીની રેખા દેખાડવામાં
કોઈને આપેલું વચન નડે છે
નાના દિવાને તો હવા ડરાવે
મશાલને ક્યાં પવન નડે છે?
સીધો હૃદયનો ઉમળકો લખુ,
ગઝલ લખવામાં મનન નડે છે

