STORYMIRROR

Sapana Vijapura

Romance

2.5  

Sapana Vijapura

Romance

હારવા દે

હારવા દે

1 min
26.6K


જીતવું જેને જગત છે, જીતવા દે,

હારવું મારે હ્રદય છે, હારવા દે.


એક આંસું પૂરતું છે પ્યાસ માટે,

ખેડવાં એને છે દરિયા, ખેડવાં દે.


છે ગઝલ મારી જખમથી ચૂર ચૂર,

આંગળી આપો નવી, ને ટેરવા દે.


દૂર મંઝિલ છે, સફર સાથી વગરની,

એ ખુદા તું જ હાથ તારો થામવાં દે.


એમને આદત નથી સુખની જરાં પણ,

એ ગરીબ છે એમને દુઃખ પામવા દે.


કૈંક કીમત આવશે એની જરૂરથી

લાવ 'સપના; સાચવીને રાખવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance