અંતર
અંતર
દલીલ દર્પણ સાથે કરાય ના
ચેહરા એજ રહે સદાય ના
મઁઝીલની ચિંતા છોડવી પડે
એમ સીધા કઈં રસ્તા કપાય ના
ત્યાં લગ અંતર ઠરે નહીં હો,
જ્યાં લગ મન સુધી જવાય ના
આયખામાં એક એકડો એવો,
બીજીવાર એ ઘૂંટી શકાય ના
કલમની સાથે જાત નીચવાય છે
એમનેમ દિલમાં છાપાય ના

