Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational Romance

4  

Irfan Juneja

Inspirational Romance

સતત એકબીજા માટે લખતા રહીએ

સતત એકબીજા માટે લખતા રહીએ

1 min
13.4K


સતત એકબીજા માટે લખતા રહીએ,

આમ જ પ્રેમ જતાવતા રહીએ,

કોઈ મળે ન મળે જીવન પંથે,

એકબીજાનો સહારો બનતા રહીએ


હું લખું ભાવથી, ને તું લખે ઉમંગથી,

ચાલ ને આમ જ સ્નેહ પાથરતા રહીએ,

સખી બન તું મારી કલમની, ને હું બનું તારો શબ્દ,

રચનાનાં એ ભાવમાં એકબીજાની મીઠાસ બનતા રહીએ...


તું લખે કવિતા અને હું લખું વાર્તા,

ઉદ્દેશ એક જ, એકબીજા ને સારું લગાડતા રહીએ,

તું કહે મનથી ને હું કહું અંતરથી,

પ્રણયને આમ જ ફેલાવતા રહીએ.


સતત એકબીજા માટે લખતા રહીએ,

આમ જ પ્રેમ જતાવતા રહીએ,

કોઈ મળે ન મળે જીવન પંથે,

એકબીજાનો સહારો બનતા રહીએ.


તારા શબ્દો મધુર, ને મારા શબ્દો સોહામણા,

માનવતાની રાહે આમ જ દિલ જીતતા રહીએ,

પ્રેમ, ક્રોધને માણસાઈ,

આપણી રચનામાં કંડારતા રહીએ.


લોકો ગમાંડે આપણી રચના,

એવા શબ્દોના પ્રહાર કરતા રહીએ,

તું ચાલે જીવનમાં આમ જ સાથે,

તો ગુજરાતી ને મહેકવતાં રહીએ.


સતત એકબીજા માટે લખતા રહીએ,

આમ જ પ્રેમ જતાવતા રહીએ,

કોઈ મળે ન મળે જીવન પંથે,

એકબીજાનો સહારો બનતા રહીએ.


Rate this content
Log in