STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Romance

હૃદયના સરનામે

હૃદયના સરનામે

1 min
27.1K


તારા હૃદયના સરનામે મારી નજર ફરે છે,

દિલની ધડકનના કારનામે પાછી ખંજર બને છે.


છુપાવી મારી આંખના પલકારામાં તને શ્યામ,

ભીતર ભીની ભીની લાગણીના સમંદર બને છે.


એક ધક્કો તારા સ્મરણનો મળે જો મને પ્રેમથી,

આંખોથી વહેતા સ્નેહ ઝરણના મંજર બને છે.


ને મારા દિલની વેરાન ધરા ઉપર એ વેરાઈ,

પાનખરે પણ હરિયાળા સ્નેહના સઝર બને છે.


ઈચ્છાઓની કૂંપળો પણ પીળી થઈ ખરી પડી અંતે,

હવે સૂકા પર્ણોના રવમાં તારા પગરવ બને છે.


કેમ કરી સમજાવું "પરમ"પ્રિતની પીર તને હું,

કેમ સંધ્યાએ ભુખડી આશાના ધણ"પાગલ" બને છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational