પ્રપંચથી જીતવાનું મને નહિ ફાવે
પ્રપંચથી જીતવાનું મને નહિ ફાવે
જિંદગી ખેલ છે આ શતરંજનો,
બાજીગર બનવાનું,
મને ફાવે નહિ,
આડી ટેઢિ ચાલ રમી,
પ્રપંચથી જીતવાનું,
મને ફાવે નહિ,
ચહેરા પર મહોરું રાખી,
સારા હોવાનો અભિનય,
મને ફાવે નહિ,
કોઈની હા માં હા મિલાવી,
ખોટી પ્રશંસા મને ફાવે નહિ,
મંઝિલ મેળવવા અથાગ મહેનત કરું છું,
ભાગ્યના ભરોસે બેસી રહેવાનું,
મને ફાવે નહિ,
બસ ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે જાય છું,
વધુ મેળવવાની લ્હાયમાં વ્યર્થ દોડવાનું,
મને ફાવે નહિ,
જીવન છે અટપટો ખેલ,
અટપટા ખેલાડી બનવાનું,
મને ફાવે નહિ,
હકનું પણ જતું કરવું પડ્યું,
આ અણહક્કનું લેવાની લૂંટ,
મને ફાવે નહિ.
