મા
મા
માના અસ્તિત્વ થકી ઘર એ ઘર હતું,
જાણે સ્નેહથી છલકાતું સરવર હતું,
દુઃખના તાપમાં શીતળ વાદળી મારી મા,
એના થકી હર ક્ષણ જીવન અવસર હતું.
ખુશીનો આધાર છે મારી મા,
દુઃખમાં આપે સહકાર છે મારી મા,
કદી ચૂકવી ના શકું એનું હું ઋણ,
ભગવાનનો અવતાર છે મારી મા.
