બહુવિધ લાગણીની ધણી મારી માતા
બહુવિધ લાગણીની ધણી મારી માતા
ખમ્મા મારી માવડી,
આવી તે રીત તને કેમ કરી આવડી...?
ભૂખી રહી પોતે બાળકને ખવડાવતી,
હાલરડાં ગાઈને એને હેતે સુવડાવતી...!
ખમ્મા મારી માવડી,
આવી રીત તને કેમ કરી આવડી...?
સંસ્કારનું સિંચન કરી
સાચા-ખોટાનો ભેદ સમજાવતી,
જિદ્દ પર ચડેલ બાળકને વહાલથી ટપારતી...!
ખમ્મા મારી માવડી,
આવી તે રીત તને કેમ કરી આવડી...?
કાચી માટીનાં બાળકને આકાર આપી વિશ્વ માનવ બનાવતી,
નાસીપાસ બાળકને તું
જુસ્સાથી સહેલાવતી...!
ખમ્મા મારી માવડી,
આવી તે રીત તને કેમ કરી આવડી...?
માઁ તારો પાર પામવો
ઘણો છે કપરો,
પ્રભુ પહેલાં તારા જ નામનાં જપ કરો...!
ખમ્મા મારી માવડી,
આવી તે રીત તને કેમ કરી આવડી...?
