STORYMIRROR

Rutambhara Thakar

Inspirational Thriller

3  

Rutambhara Thakar

Inspirational Thriller

કોરો કાગળ

કોરો કાગળ

1 min
129

મૃત્યુ પછીનું જીવન 

કોરા કાગળ પર થયા

શબ્દોના થોડાંક સોદા,

થોડાંક આંકડા શું લખાયાં, સઘળાં શબ્દો થયાં બોદા !


દાદાએ એના પર લખીને વહેંચ્યા માલ ને મિલ્કત, 

એમાં તો આખાંય પરિવારમાં વધી ગઈ હરકત !


દાદાના મોતનો ય ના જળવાયો મલાજો,

દરેકે શોધી કાઢ્યાં ભાગ લેવાના ઈલાજો !


કોરો કાગળ બિચારો શબ્દો ને આંકડે 'વીલ'

તરીકે ઓળખાયો,

દાદાના વારસદારોનો પ્રેમ એક કાગળ પર છલકાયો !


થોડાંક શબ્દોના આદાનપ્રદાને કોરો કાગળ બન્યો વસિયતનામું, 

એનાં પ્રતાપે સગો ભાઈ નથી જોતો સગા ભાઈ સામું !


કાગળ બિચારો વિચારતો કે,

મિલ્કત તો જબરી મોટી બલા જો, 

આ 'વીલે' ના રાખ્યો 

મૃત્યુનો મલાજો !


એના કરતાં તો હું સારો હતો કોરો ધાકોર,

માલ મિલકતની લોભામણી માયા,

બગાડતી સંબંધો ચારેકોર !


કોઈનો પ્રેમપત્ર બન્યો હોત તો જળવાત મારી ખુમારી,

'વીલ' બનીને મેં તો હાથે કરી વહોરી ખુવારી !


દાદાના હસ્તાક્ષરે વસિયતનામાનું ઝેર પીવાનું રહેવા દે,

લાગણીના હસ્તાક્ષરે 

હયાતીનો પ્રેમપત્ર જ બનવા દે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational