STORYMIRROR

Rutambhara Thakar

Romance

3  

Rutambhara Thakar

Romance

રજવાડું

રજવાડું

1 min
195

પ્રેમની ઓળખના હોય ના પારખાં,

એમાં તો હોય એકબીજાના વ્હાલના હોય રખોપાં,


તારો પ્રેમ એ જ મારે મન મારૂ રજવાડું,

તમે કહો તો લગન કરવા લઈને આવું મારૂં ગાડું,


તમારો પ્રેમ એ તો મારે મન સહેજ વહાલપની લહેરખી એ લહેરાય,

એ તો સહેજ લાગણીની છાંલકે ભીંજાય,


એ તો વાણી ને વર્તને પરખાય,

જરાક અમથી હેતની હેલીએ હરખાય,


એ તો ના જોતો નાતજાત, ઊંચનીચ કે બાંધ ઉંમરનાં,

લાગણીના સૂર છેડાય તો ઓળંગે ઘરનાં ઊંબરા,


મારા પ્રેમનાં રાજ્યનો હું જ પહેરેદાર,

હું જ મારો રાજાધિરાજ,

તમારો પ્રેમ જ મારૂ રજવાડું,


પ્રેમને ઓળખવા માટે

મકબરા ના હોય સાહેબ,

પ્રેમ એ તો સતત પ્રજ્વલિત મશાલ સાહેબ,


પ્રેમ એટલે,

તું જા, હું આવું 

એમ નહી પણ

તું ઊભો રહે હું તારી સાથે આવું છું,


પ્રેમની ઓળખનું પંચામૃત,

લાગણી, કાળજી, બાંધછોડ, આદર અને વિશ્વાસ,


લાગણી નામે ગોત્ર એ જ એનો શ્વાસ,

સંપૂર્ણ અસ્તિત્વનો સહજ સ્વિકાર એ

અદ્ભૂત અહેસાસ,


પ્રેમની ઓળખ એટલે,

હું તને ચાહું છું થી માંડીને હું તારી કાળજી રાખીશ,

સુધીની કટિબદ્ધતા,


રજવાડી પ્રેમની મલ્લિકા બનવા તારે આવવું પડશે,

ફરી કહું છું તને નિતર્યો પ્રેમ જ મારૂં રજવાડું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance