STORYMIRROR

Rutambhara Thakar

Inspirational Thriller

3  

Rutambhara Thakar

Inspirational Thriller

સ્વપ્ન

સ્વપ્ન

1 min
202

ધબકારા વધી 

જાય છે મારા,

ધડકન ચૂકી 

જાઉં છું હું, 

જ્યારે મારા સ્વપ્નમાં તમારા સ્પર્શની

અનુભૂતિ કરૂં ત્યારે...!


નજરો ઝૂકી 

જાય છે મારી,

ખુલ્લી આંખે તમારા સ્વપ્ન જોઉં ત્યારે..!

જ્યારે,

તમારી 

નજરો મારી પર 

મંડાય છે જ્યારે,

જોયેલા દિવાસ્વપ્ન અધૂરા રહીજાય છે ત્યારે...!


શબ્દો ખૂટી 

પડે છે મારા,

જીભ થોથવાઈ

જાય છે મારી,

જ્યારે બોલવાનું 

શરૂ કરો છો ત્યારે...!


સ્વપ્નમાં જોયેલો તમારો એ સ્પર્શ ....!

કરે છે મને 

ઝણઝણીત....!


તમારી નજર....!

કરે છે મને 

અપલક....!


ઊંઘમાં સંભળાતા તમારા એ શબ્દો....!

કરે છે મને

નિ:શબ્દ...!


એક અદમ્ય, 

અદ્ભૂત અહેસાસની

પળ .....!


પલળી જાઉં 

આખેઆખી બનું

તરબતર....!


અવર્ણનીય અનુભૂતિએ બનું 

બળવતર...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational