પ્રેમનું અમૃત
પ્રેમનું અમૃત
પ્રેમ પ્રેમ શું કરો છો,
પ્રેમ ગજબની ચીજ છે,
અઢી અક્ષર સમજે તેની,
પ્રેમમાં સદાય જીત છે..
પ્રેમ પવિત્ર બંધન છે તે,
વેચાતું ક્યાંય મળતું નથી,
સાચા દિલથી પ્રેમ કરે તેનો,
પ્રેમનો તંતુ મજબૂત છે..
પ્રેમની નથી કોઈ સીમા કે,
નથી કોઈ પ્રકારનું બંધન,
પ્રેમ તો દિલથી જ થાય છે,
તેની ક્યાંય પાઠશાળા નથી..
ગરીબ હોય કે અમીર હોય,
સૌ પ્રેમ મેળવવા તડપે છે,
પ્રેમની તરસ પૂર્ણ કરવા માટે,
યોગ્ય પાત્રને હંમેશા ઝંખે છે..
સમજજો સૌ સાચા પ્રેમને,
મતલબી પ્રેમ કરતાં નહીં,
કોઈનું પ્રેમ ભર્યું દિલ તોડીને,
વિરહ વેદનામાં ધકેલતા નહીં..
પ્રેમ ઈશ્ચરની દેન છે તેની,
મર્યાદા કદી તોડતા નહીં,
"મુરલી" પ્રેમને અમૃત સમજીને,
તેનું પાન કરવાનું ભૂલતા નહીં.
