પારખાં
પારખાં
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી પરખાતાં;
છે ગુણ પ્રકાર અનેક,
કસોટીથી સમજાતાં.
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી...
હેમ, હૈયાં 'ને ,હથિયાર,
પારખાં પહેલાં થાતાં;
એ સહુ, કેવાં પાણીદાર,
પરીક્ષાથી પરખાતાં;
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી...
સાચાં- ખોટાંનાં, અનુમાન,
કસોટી કરતાં થાતાં;
આ અવનિમાં અંદાજ,
પરીક્ષાથી પરખાતાં;
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી...
જ્યાં વાદ અનેક, વિવાદ,
મતાંતર ઝાઝાં થાતાં;
આધાર અને નિરાધાર,
પરીક્ષાથી પરખાતાં;
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી...
કોઈ દિલનાં, દાવેદાર,
ભેદ એનાય મપાતાં;
છે ઉપર કે, આરપાર,
પરીક્ષાથી પરખાતાં;
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી...
છે જૂની, જગતની રીત,
અવર પોતાનાં થાતાં;
આ "પ્રેમ" કહેવો, કે વ્હેમ !
પરીક્ષાથી પરખાતાં;
અસલ-નકલના ભેદ,
પરીક્ષાથી.
