કર્મયોગી
કર્મયોગી
મહેનતથી ઈચ્છા ફળે
મહેનત વિના ક્યાં થાય છે
આશા ઘણી અંતર વિષે
પણ અધૂરી રહી જાય છે
મહેનતથી ઈચ્છા ફળે
જન્મે જગતમાં માનવી
શિક્ષણ થી શિક્ષિત થાય છે
અભણ રહેતાં આળસુ (તે)
જીવનભર પસ્તાય છે
મહેનતથી ઈચ્છા ફળે
નિત-નિત આશા અન્યની
કાયમ નિરાશ થવાય છે
પરોપજીવી થાય અંતે
દુઃખી-દુઃખી થઈ જાય છે
મહેનતથી ઈચ્છા ફળે
સતી દાતા શૂરવીર સૌ
કર્મે અમર થઈ જાય છે
પંડ્ય પીડા ભોગવે પણ
પરહીતમાં ખપી જાય છે
મહેનતથી ઈચ્છા ફળે
મહાપુરુષ આ લોકમાં
સુકર્મો થકી જ થવાય છે
કર્તવ્ય પથ ત્યાગે નહીં
એ કર્મયોગી કહેવાય છે
મહેનતથી ઈચ્છા ફળે
'દિલીપ' સિધ્ધિઓ કર્મની
પરિશ્રમથી જ સધાય છે
દિશા સાચી યોગ્ય સમયે
પુરતા પ્રયત્નો જો થાય છે
મહેનતથી ઈચ્છા ફળે
