STORYMIRROR

Dilipkumar D.Bhatt

Others

3  

Dilipkumar D.Bhatt

Others

માયા મન મોહન

માયા મન મોહન

1 min
160

હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી !

પ્રસંશનીય છે !


પણ સૃષ્ટિમાં, માયા મૂકી;

તે ચુંબકીય છે ! -(ટેક)

...હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


અપ્રિય કોઈને નથી,

પ્રિયાતિપ્રિય છે;


સર્જન પ્રભુ સઘળું કર્યું,

 તે પૂજનીય છે.

...હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


મનથી મૂકી,

મૂકાય નહીં,

 જે, અદ્વિતીય છે ;


પણ,ચિત્તને ચોંટ્યા કરે,

 અતિ ચુંબકીય છે.

 ...હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


ચોરાસી લક્ષ જન્મ ચક્ર,

 વર્તુળીય છે ;


શું આત્મ આ ભટક્યા કરે !

 એ શોભનીય છે ?

 ...હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


પ્રભુ મિલન ઉત્સુકતા,

 હૈયાંથી પ્રિય છે ;

 પણ સૃષ્ટિની માયા પ્રબળ,

અતિ ચુંબકીય છે.

...હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


મનુષ્ય તમ ભક્તિ કરે,

મોક્ષ કારિણીય છે;

માયા બને મન-મોહિની,

બહુ ચુંબકીય છે.

...હે !શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


'દિલીપ' શું કરવું હવે ?

 વિચારણીય છે ;


 માયાથી મન ખેંચાય છે,

 અતિ ચુંબકીય છે !

 ...હે ! શ્રી હરિ ! સૃષ્ટિ રચી...!


Rate this content
Log in