STORYMIRROR

Dilipkumar D.Bhatt

Fantasy

4  

Dilipkumar D.Bhatt

Fantasy

અચરજ

અચરજ

1 min
359

અચરજ ગળે, ન ઉતરે જોને !

લોકો એવી, વાત કરે છે !

ઊડતી નજરે, અફવા લાગે !

 અદ્ભૂતમાં, વિશ્વાસ કરે છે !

અચરજ ગળે, ન ઉતરે જોને !


એક કહે, ઊડતી ચીજ ભાળી,

રકાબી જેવું, આમ ફરે છે !

આંખ્યું, આંજી નાખે એવાં,

અંજવાળાં, ઝોકાર કરે છે !

અચરજ ગળે, ન ઉતરે જોને !


બીજો કહે હા, મેં પણ જોયું,

 મેં જોયું, તું વાત કરે છે !

બે દા'ડાથી, જાઉં છું જોવા,

 સામે ડુંગર, પાર ફરે છે !

 અચરજ ગળે, ન ઉતરે જોને !


ઊડતી વા એ, વાત લોકમાં,

પાદરમાં ટોળાં, વળે છે;

સહુ, ગણગણતાં, વાતે વળગ્યાં,

 પહર ટાણે ઈ, થયા કરે છે !

 અચરજ ગળે, ન ઉતરે જોને !


અરધી રાતે, વણતેડાવ્યાં,

 તે દિ આખું, ગામ મળે છે;

કોઈ ડરે છે, મનમાં કોઈ,

બડાઈ માં, ડંફાસ કરે છે.

 અચરજ ગળે, ન ઉતરે જોને !


જાણીતાં, તે આગળ હાલ્યાં,

બાકી વાંસે, પીછો કરે છે;

અંધારામાં, તમરાં બોલે,

 કુતૂહલવશ, ભયભીત કરે છે.

 અચરજ ગળે, ન ઉતરે જોને !


ડુંગર ચઢિયાં, ગામ લોક સહુ,

આંખ્યું ચારે કોર ફરે છે;

શું થાશે ? શું કરશે ? લોકો,

મનમાં ઘોડાં, કાંઈક ઘડે છે.

 અચરજ ગળે, ન ઉતરે જોને !


જો ! આકાશે, અલોપ થઈ'ને,

 ભૂતડાં જેવાં, કો'ક ફરે છે;

છાનાં માનાં, જોતાં રે'જો,

 કો'ક જુઓ, શું વાત કરે છે ?

 અચરજ ગળે, ન ઉતરે જોને !


ઘડીભર માટે, જોયું સૌએ,

 ભેદી રીતે, કાંઈક કરે છે !

"દિલીપ " કૌતુક, છે તો સાચું,

 ચોડેધાડે ગુપ્ત ફરે છે !

 અચરજ ગળે, ન ઉતરે જોને !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy