STORYMIRROR

Dilipkumar D.Bhatt

Inspirational

4  

Dilipkumar D.Bhatt

Inspirational

મમતાની માયા

મમતાની માયા

1 min
293

રે...ભૂલવી સ્હેલી નથી

મા-બાપની માયા

    

શ્વાસમાં શ્વાસ સંધાયા

જીવમાં જીવ જળવાયા

વિચારો વ્હાલથી પાયા

હૃદયનાં સ્પંદને ગાયાં  


રે ભૂલવી સ્હેલી નથી

મા-બાપની માયા


હયાતી, છત્ર શી છાંયા

સુખસર્વત્ર ફેલાવ્યાં

શિશુ માટે, ધરી કાયા

પ્રભુ, મા-બાપ, થઈ આવ્યાં


રે ભૂલવી સ્હેલી નથી

માં-બાપની માયા


મળે મુખ જોઈ હૈયારી

પિતા વટ-વૃક્ષની છાંયા

માં તો મમતાની ફૂલ-વાડી

અમી-રસ, રાત-દિ' પાયા


રે ભૂલવી સ્હેલી નથી

મા-બાપની માયા   


'દિલીપ', શ્રી હરિની માયા

મળી મા-બાપની માયા

'સંયોગે' સુખ બને માયા

'વિયોગે' દુઃખ બને માયા  

      

રે ભૂલવી સ્હેલી નથી

મા-બાપની માયા      


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational