Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilipkumar D.Bhatt

Inspirational

4.5  

Dilipkumar D.Bhatt

Inspirational

બાળા રાજા

બાળા રાજા

1 min
328

અમે બાળપણ વંચિત બાળકો,

અમ કાયા કૂણી કરમાય...

સૂણો, બાળ મજૂરોની વિનંતી,

વ્હાલાં, કરજો કો'ક ઉપાય રે...

અમે બાળપણ વંચિત બાળકો...

પેટ ગુજારા, કરવા સારુ,

માવતર નમેરી થાય;

વ્હેલાં ઊઠાડી, મેલે કમાવા,

ટંક ટાણાંનું થાય રે...

અમે બાળપણ વંચિત બાળકો...

બાળકને, બાળારાજા કહે સહુ,

પણ રંક, રાજા કેમ થાય ?

શ્રીમંત સંતાન જ શોભતાં,

એ રાજ સિંહાસન માંહ્યરે...

અમે બાળપણ વંચિત બાળકો...

નિત્ય ઊઠીને, કાળી મજૂરી,

ભણવું, રમવું શું થાય !

અભણ, કાયમનાં ઓશિયાળાં,

જન્મારા એળે જાયરે...

અમે બાળપણ વંચિત બાળકો...

"દિલીપ" જગમાં, વાત ગજાવો,

 કોઈ તો વ્હારે ધાય;

છો, ધર્મ ધજાનાં ધારકો !

આ માનવ ધર્મ ગણાય.

અમે બાળપણ વંચિત બાળકો.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational