Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilipkumar D.Bhatt

Tragedy

3  

Dilipkumar D.Bhatt

Tragedy

દિલનાં દર્દો

દિલનાં દર્દો

1 min
545


પીડિતાનાં કોઈ, વિલાપ સુણો,

જરા માનવતાને, સાદ કરો;

એક દીકરી, પીડિતા સાસરીયે,

નિત "જીવ બળે" છે, યાદ કરો...?

...પીડિતાનાં કોઈ, વિલાપ સુણો...,


એ દીકરી પરાઈ, હોય ભલે,

 તમ, ગૃહ લક્ષ્મી છે, યાદ કરો;

છે કોડ ભરી, કુમળી શી કળી,

 તમ પુત્રી, સાચી આ જ કરો...

 ...પીડિતાનાં કોઈ, વિલાપ સુણો...,


ભલે નિર્ધન, માત-પિતા એનાં,

એનાં, ગુણ-કરિયાવર યાદ કરો;

નિત્ય,  સેવા-ધર્મ, ધરે દિલમાં,

એ અબોલનાં, આંસુ યાદ કરો.

...પીડિતાનાં કોઈ, વિલાપ સુણો...,


સહુ ત્રાસ, સહે મૂંગે મોઢે,

 તે પરાધીન છે, મરજાદ કરો;

 અપશબ્દ'ને, મેણાં, માર સહે,  

જરા, હાય ગરીબની યાદ કરો.

 ...પીડિતાનાં કોઈ, વિલાપ સુણો...,  


મા-બાપ, સરળ એ દીકરીનાં,

વ્યવહાર, ભૂલ્યાં નહીં યાદ કરો;

મા-બાપ સહે છે, સંતાપો,

એનાં દિલનાં દર્દો યાદ કરો.

...પીડિતાનાં કોઈ, વિલાપ સુણો...,


'દિલીપ' નિર્દય, દુર્વૃત્તિથી,

નિકળે છે, નિકંદન યાદ કરો;

ના સત્ય, સ્વિકારે કોઈ ભલે,

 નિર્દય છે, અધર્મી, યાદ કરો.

 ...પીડિતાનાં કોઈ, વિલાપ સુણો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy