છોડો હવે
છોડો હવે
ચૂપકી સહન ક્યાં થાય છે, લો રૂસણા છોડો હવે,
ભૂલો ભલે મારી હશે જાવા જ દો છોડો હવે.
મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું,
ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે.
કંટકોજ છે આ બાગમાં, તોયે ન હારે આ પુષ્પો,
ના મુંઝવો, નીરાંતનો આ શ્વાસ છે થોડો હવે.
કાં તો શહીદી વ્હોરશું, કાં પાળિયા તો થૈ જશું,
પાછા વળીને ક્યાં જશું? આ રેસ છે દોડો હવે.
દીશે નહીં એવા હદયના ઘાવ જો ઊંડાજ છે,
આખા જગતને છે ખબર, ચોખા કંકુ ચોડો હવે.