STORYMIRROR

Alpa Shah

Inspirational

3  

Alpa Shah

Inspirational

જિંદગીના રસ્તા

જિંદગીના રસ્તા

1 min
196

સીધા સાદા જિંદગીના રસ્તા

બસ મનનાં વળાંકો નડતા

અંદર પેસેલા માનસને

એના તર્કો જ કનડતાં,


અતૂટ ગાંઠે બંધાયેલા

સંબંધો જ છળતા઼ં

દ્રષ્ટિકોણમાં ફેર થાતાં

ગેરસમજણના વમળમાં પડતાં,


 શબ્દોની માયા જુઓ

તીરથી પણ વેધક બનતાં

કોઈના ક્યારેક મલમ બનતાં

કોઈના જખ્મો ધરતાં,


સમજણના અભાવે જુઓ

સહુ એકબીજાને નડતાં

અહમની ચટ્ટાને અથડાતાં 

સંબંધો બટકતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational