પરીક્ષા
પરીક્ષા
અહીં માતૃગર્ભે થાય પરીક્ષા માણસની,
હોસ્પિટલમાં થાય સમીક્ષા માણસની,
કોણ કહે છે કસોટીઓ લેતાં નથી પોતાના,
પાછળ પડે છે હાથ ધોઈને પોતાના,
ચાલતાંવેત પથ્થર સાથે થાય ટકરાવ,
દર્દ સાથે સહનશીલતાની કસોટી થાય,
ભણીગણીને થાય મોટો ને રોજગારી શોધે,
વેકેન્સી પડે બહાર ત્યાં પરીક્ષાની વાત થાય,
પરીક્ષાખંડની અહીં તો છે વાત અલબેલી,
હજી ક્લાસ જ છોડ્યો ને પેપર ફૂટયું માલૂમ થાય,
ભરોસો મૂકી જોયો માણસોના મેળામાં,
પણ એથી વિશેષ પથ્થર ભરોસેમંદ નીકળ્યો.
