ઉપકાર
ઉપકાર
ઉપકાર પર અપકાર કરવો નહિ ક્યારેય,
પ્રકાશમાં ચાલજે અંધકાર ધરવો નહિ ક્યારેય.
હંમેશાં અફવાઓ ફેલાવ્યા કરે છે જમાનો,
સામે આવી ઊભી રહે હકીકત ડરે છે જમાનો.
સરનામા સુખનાં શોધ્યા કર્યા જીવનભર,
ઈચ્છાઓને પોષવા જ જીવ્યા કર્યું જીવનભર.
માર્ગમાં મુસીબતો સામે બસ લડ્યા જ કર્યું છે,
ઉપકાર ઉપરવાળાનો સાચવ્યા કર્યો જીવનભર.
મોત મારું તો ક્યારનુંયે થઈ જતું પણ,
હેતુ જીતવાનો એટલે જીવ્યા કર્યું જીવનભર.
