જિંદગીની આ છે પરીક્ષા
જિંદગીની આ છે પરીક્ષા
જિંદગીની આ છે પરીક્ષા,
ક્યારેક જીત તો ક્યારેક હાર છે આ પરીક્ષા,
હારથી ન હાર, હોંસલો બુલંદ રાખ, પ્રયત્ન ચાલું રાખ,
સફળતાની ચાવી છે આ પરીક્ષા,
જિંદગી છે એક જંગ, બદલે છે અનેક રંગ,
સુખદુઃખના તડકા-છાંયા સંગ છે આ પરીક્ષા,
લાખ ઠોકર ખાઈને પ્રગતિ પામવી છે,
ઝઝૂમતો જા પ્રગતિ પામતો જા,
આખરે મંઝિલ છે આ પરીક્ષા.
