આવ્યો રે આવ્યો રૂડો રવિવાર
આવ્યો રે આવ્યો રૂડો રવિવાર
હે આવ્યો રે આવ્યો રૂડો રવિવાર, હે મોજ શોખનો છે આ રવિવાર,
તમે હરી ફરી લ્યો આ વાર, કુટુંબ-પરિવારની સાથ,
હે આવ્યો રે આવ્યો રૂડો રવિવાર.....
ભેગા મળી પરિવાર સાથે જાઓ યાત્રા ધામ, મળે મનને આરામ,
રહે પરિવારમાં સંપ-જંપ
આવ્યો રે આવ્યો રૂડો રવિવાર....
દરિયે જાજે, મોજા તું ખાજે, ભૂલીને ભાન, કરજે આનંદનું રસપાન,
આવ્યો રે આવ્યો રૂડો રવિવાર...
ફિલ્મના શોખીન ફિલ્મ જોજો, ઈન્ટરવલમાં પોપકોર્ન,
કોક ખાજો પીજો, કરજો આનંદ લહેર,
આવ્યો રે આવ્યો રૂડો રવિવાર...
એક ઉમદા કાર્યનો પણ છે આ રવિવાર,
સદાય ખુશ રહેશે તમારો પરિવાર,
જમાડો ગરીબ ને આપો વસ્ત્રદાન,
સાચો તો એ જ છે રવિવાર,
આવ્યો રે આવ્યો રૂડો રવિવાર...
મોજશોખ તો બહુ કરીએ આપણાં,
ક્યારેક વાંચજો એ ગરીબ લાચારની આંખોની ભાષા,
એક રવિવાર એની સાથે પણ વીતાવજો, મળશે એ લોકોના અંતરના આશીર્વાદ ઝાઝા,
આપણી પેઢી પણ દાન ધર્મ શીખશે, નહિ કરે આ કળિયુગ કેરા પેંતરા,
આવ્યો રે આવ્યો રૂડો રવિવાર.
