યાદનો ઉત્સવ
યાદનો ઉત્સવ
આ તે કેવો જોલો આવી ગયો ?
દિલ ને મારા હચમચાવી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
તનમનને મારા મહેંકાવી ગયો, પ્રેમનો મીઠો વાયરો લહેરાવી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
આંખોમાં તારી યાદનો અનરાધાર વરસાદ આવી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
રંગબેરંગી મોસમમાં મને યાદ તારી અપાવી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
મીઠામીઠા સુગંધી વાયરાનો સ્પર્શ રુહમાં ભળી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
હજૂ તો મેં પાંપણ ઝૂકાવી ત્યાંજ આંખોમાં સમાઈ ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
મારુ દિલ તારી યાદમાં ચકચૂર તને યાદ કરવા હું મજબૂર,
પ્રેમનો સંદેશો દેવા આવી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
શોધું તને હું બધામાં બેચેન હું તારી રાહમાં,
મારી નજરોમાં તારી ચાહની તડપ દેખાડી ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
આંખોની ભાષા સમજ દિલની વાચા સમજ,
મારી પ્રેમની પરીક્ષા લઈ ગયો.
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો,
આમ તો "આરતી " યાદ કરે છે તને હરપલ બેહદ જ,
પણ દિલમાં મારા અનહદ લાગણીનો સમુદ્ર ઉભરાઈ ગયો,
લો ! ફરી તારી યાદનો ઉત્સવ આવી ગયો.

