STORYMIRROR

Arti Jagda

Romance

4  

Arti Jagda

Romance

તું ક્યાં નથી ?

તું ક્યાં નથી ?

1 min
338

 જો આંખ મારી બંધ કરુ તો દેખાય મને તું,

 વિચાર કર એટલો તું ક્યાં નથી ?


સપનામાં આવીને મને સતત તારી યાદ અપાવે છે,

સમજ તુ મને તું ક્યાં નથી ?


વિરહમાં મારી ઝંખનામાં મારી અનહદ તુ,

એક તારુ વળગણ તુ સમજ તો ખરી, તું ક્યાં નથી ?


આભાસ તારો આસપાસ સતત મારી,

અહેસાસ તારો આસપાસ સતત મારી,

દિલમાં મારી ઝાંખીને જો, તું ક્યાં નથી ?


એકલતામાં અટવાઈ જાવ છુ જ્યારે દૂર તારાથી થાવ છુ,

આંખોમાં મારી પાણી છલકાય કોઈવાર તો લુંછીને જો ?

પુછીને જો મારા અંતર આત્માને, તું ક્યાં નથી ?

 

સાંજ પડે ને સતત તારી યાદોનુ સ્મરણ,

મારુ મળવુ તને એક અલૌકિક વર્ણન,

વર્ણનમાં સમાઇને જો, તું ક્યાં નથી ?


શબ્દો મારા પ્રેમથી સજેલા,

શાહીને તારી યાદોનુ સ્મરણ,

કાગળમાં તારા મળ્યાનું વિવરણ,

શબ્દોની સરિતામાં જો,

સ્મરણમાં ખોવાય ને જો, તું ક્યાં નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance