એકલતા તારા વિના
એકલતા તારા વિના
જ્યાં જાઉં ત્યાં લાગે "એકલતા તારા વિના"
મારા દિવસ રાત સૂના બધામાં લાગે "એકલતા તારા વિના"
ઝગમગાહટ રોશનીનો આ દુનિયામાં લાગે,
અંધકાર બસ લાગે "એકલતા તારા વિના",
ખુશીના ફુવારા ઊડે સાથ જ્યારે હોય બધા,
નિરવતા કોરી ખાઈ લાગે "એકલતા તારા વિના"
અથાગ સમુદ્રમાં આવતી લહેરો લઈને લાગણીઓનો સંદેશો,
કિનારામાં આવીને પણ લાગે "એકલતા તારા વિના"
હસતી રહું તારી સાથે મળીને તને હરપલ,
છોડીને જયારે મને તું લાગે "એકલતા તારા વિના"
હરપલ તારી યાદ, તારું નામ હરપલ ગુંજે છે મારા હૃદયમાં,
પણ જો ન આવે મારી પાસ તું તો લાગે "એકલતા તારા વિના",
નથી કોઈ રાહ નથી કોઈ મંઝિલ પામવાને આ દુનિયામાં,
બસ તું જ મારી રાહ તું જ મારી મંઝિલ,
હું શોધું છું તને હરપલ મારા સફરમાં,
જો તું નથી તો સફરમાં પણ લાગે "એકલતા તારા વિના"

