STORYMIRROR

Arti Jagda

Abstract

3  

Arti Jagda

Abstract

વીજળી

વીજળી

1 min
168

આવી ગઈ મોસમ વરસાદની,

હવે આકાશમાં થાશે ઝગમગાટ વીજળીની,

વાદળાઓના ગડગડાટ સાથે વીજળીના ચમકારા,

દ્રશ્યો કેવા લાગે મનમોહક પ્યારા !


રાતના અંધારામાં વીજળીની ચમક,

આંખ આંજે ને દિલમાં થાય ધડક,


ઝીણી ઝીણી બૂંદોની ધારને,

એમાં થાય વીજળીનો ચમકાર,


આકાશમાં તાણે વીજળી અવનવા લીસોટા,

બે હૈયામાં પાંગરે જાણે પ્રેમના પરપોટા,


આ લબક ઝબક વીજળીથી તો આભ પ્રગટયું,

જાણે લાગે એવું પ્રેમ કેરા પ્રકાશથી ઝગમગ્યું,


વીજળીના ચમકાર સાથે મોર તાથૈયા તાથૈયા નાચે,

મસ્ત મગન આજ હૈયું મારું સૂર અવનવા રેલાવે,


એવો ચમકાર વીજળીનો તો લાગે,

સોળે કળાએ પ્રકૃતિ સૌંદર્યને સજાવે,


ગડગડાટ વાદળાઓનો આભમાં ગાજે,

વીજળી તો વર્ષાઋતુની રાણી લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract