આઘાત
આઘાત
દિલમાં લાગે છે ખૂબ ઊંડા ઘા ત્યારે લાગે છે આઘાત,
કોઈ સ્વજનની યાદમાં આંસુ આવે ત્યારે લાગે છે આઘાત,
દેશની રક્ષા કાજે સરહદ પર શહીદ થાય છે વીર ત્યારે લાગે છે આઘાત,
વિદાયની વસમી વેળાએ કાળજા ના કટકાને વિદાય આપે ત્યારે બાપને લાગે છે આઘાત,
સંબંધોમાં રમત રમાય ત્યારે લાગે છે આઘાત,
નિર્દોષને સજા મળે ત્યારે લાગે છે આઘાત,
પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે લાગે છે આઘાત,
વસમી વિદાય વેળા હોય સ્વજનની ત્યારે લાગે છે આઘાત,
ન ધાર્યું હોય એ થાય ત્યારે લાગે છે આઘાત,
ગરીબી મા બાળકોની સારવાર સંભાળ ન લેતા ત્યારે લાગે છે માં ને આઘાત,
છળકપટની આ દુનિયામાં સ્વાર્થના સૌ સગા એ જાણીએ ત્યારે લાગે છે આઘાત,
કુદરતી હોનારતમાં કુદરત રૂઠે આપણાથી ત્યારે લાગે છે "આરતી" ને બહુ "આઘાત ".
