ઉપહાર
ઉપહાર
ઈશ્વરે આપેલ અણમોલ ઉપહાર છે,
એના થકી જ સુંદર સૌનો સંસાર છે,
આવી ના શકે સદા ભગવાન ધરા પર,
એથી જ આપ્યો મા નો અવતાર છે,
શબ્દોથી પણ પર છે મારી મા,
ભગવાનથી પણ ઉપર છે મારી મા,
સ્નેહનો ગુણાકાર છે, દુઃખની બાદબાકી,
મારા માટે તો ઈશ્વર છે મારી મા.
